બુહારી : વાલોડ ગામમાં પાણી પુરવઠા વિભાગ અને એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી કરાઈ રહી છે. આ કામગીરી દરમિયાન યોગ્ય મંજૂરી વગર રસ્તો ખોદી નાખી નુકસાન પહોંચાડવાનો ગંભીર આક્ષેપ વાલોડ તાલુકા ભાજપના મહામંત્રી ધવલ એમ. શાહ દ્વારા વાલોડ પોલીસ સ્ટેશને કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

વાલોડ પોલીસ સ્ટેશનની પાછળથી ગણેશ મંદિર તરફ્ જતા વસ્તી વિસ્તારમાં રૂ. 10 લાખની ગ્રાન્ટમાંથી તાજેતરમાં જ નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે, પાણી પુરવઠા વિભાગ અને કામગીરી કરી રહેલી એજન્સી દ્વારા કોઈપણ સક્ષમ કે માર્ગ મકાન વિભાગની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ આ આખો રસ્તો જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યો છે.

ચોમાસામાં અચાનક ખોદકામ કરી રસ્તાને મોટું નુકસાન પહોંચાડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ મહામંત્રી ધવલ શાહે વાલોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પાઠવેલી અરજીમાં જણાવ્યું છે કે, આ અંગે સંબંધિત જવાબદાર અધિકારીઓ, એજન્સીના માલિક તથા જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ ત્વરિત તપાસ કરી કડક કાયદાકીય કાર્યવાહી માટે અરજી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો