સુરતીલાલાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો વધુ એક કીમિયો સુરત પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે નિષ્ફળ બનાવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં એક ગુપ્ત બાતમીના આધારે પોલીસે ફૂડ સેફ્ટી ટીમ સાથે મળીને દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં અખાદ્ય ચીઝ અને દૂધના માવાનો જથ્થો મળી આવ્યો છે.

540 કિલો નોન-બ્રાન્ડેડ 'ચીઝ એનાલોગ' મળી આવ્યું

તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી આશરે 540 કિલો નોન-બ્રાન્ડેડ 'ચીઝ એનાલોગ' મળી આવ્યું હતું. આ એવું ચીઝ છે જે દૂધને બદલે વનસ્પતિ તેલ અને કેમિકલ્સના મિશ્રણથી બનાવવામાં આવે છે, જે શરીર માટે અત્યંત હાનિકારક છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગે 89 કિલો શંકાસ્પદ દૂધનો માવો પણ જપ્ત કર્યો છે. આ જથ્થો શહેરની વિવિધ હોટલો અને લારીઓ પર સપ્લાય થવાનો હોવાની આશંકા છે.

નમૂનાઓ એકત્ર કરીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પરથી ચીઝ અને માવાના વિવિધ નમૂનાઓ એકત્ર કરીને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટમાં જો આ જથ્થો અખાદ્ય જાહેર થશે, તો જવાબદાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Silver Price Blast: મોંઘીદાટ ચાંદી પાછળનો સિક્રેટ ખેલ, 3 દિવસમાં ₹48,000નો ઉછાળો