સુરત શહેરના નામચીન ચિરાગ ગોટી સામે પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે. કુખ્યાત ચિરાગ ગોટી સામે હાલ 6 થી વધુ ગુનાઓ નોંધાયેલ છે જેમાં પૈસા પડાવવા અને ધમકીઓ આપવાનો સમાવેશ થાય છે.

ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ

 ચિરાગ ગોટીના ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા છે, જે અંગે ચર્ચા થઇ રહી છે. ચિરાગ ગોટીએ અધિકારીઓને ACB ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગ્યો છે.

 ચિરાગ ગોટી મહિલાઓને પણ ધમકી આપતો

તંત્રને મળેલી ફરિયાદોમાં જણાવ્યું છે કે, ચિરાગ ગોટી મહિલાઓને પણ ધમકી આપતો હતો. હાલ સુરત પોલીસે તેના વિરુદ્ધ પગલાં ઝડપી તપાસ હાથ ધરી છે.

પોલીસે આજે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો

પોલીસે આજે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો હતો. ઉલ્લેખનિય ચે કે ચિરાગ ગોટીએ બે વ્યક્તિને માર માર્યો હોવાનો અલગ અલગ વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાયરલ થયેલો છે. ચિરાગ ગોટી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી હતી.


આ પણ વાંચો-----     Junagadh : મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડાના સાધુઓ લાલઘૂમ, તમામ અખાડાને બોલાવી કઠોર કાર્યવાહી કરાશે