સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, રાત્રિના સમયે પોલીસ કાફલો દુકાનો બંધ કરાવવા નીકળ્યો હતો, તે દરમિયાન એક દુકાનદાર સાથે પોલીસે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ દુકાનદાર સાથે સામાન્ય રકઝક કરવાને બદલે પાવર બતાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ખાખીની ખુમારી કે દાદાગીરી?

રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા થયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ કર્મચારીઓનું આવું વર્તન સામાન્ય જનતામાં ભય અને અસંતોષ પેદા કરી રહ્યું છે. દુકાનદારે આક્ષેપ કર્યો છે કે તે નિયમ મુજબ જ કામ કરી રહ્યો હતો, છતાં પોલીસે કારણ વગર તેની સાથે દુર્વ્યવહાર કર્યો. હાલ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ઓપરેશન મ્યુલ હંટ, ગુજરાત પોલીસનો સાયબર ઠગો પર સર્જિકલ સ્ટ્રાઈક, 1708 કરોડનું કૌભાંડ ખુલ્લું પડ્યું!



  • Follow us on: