15
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને દેશનાં સ્વ.પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્ર્રીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીની દાંડીકૂચ યાત્રા સાથે જોડાયેલા ઓલપાડ તાલુકાના સાંધીએર,દેલાડ અને આંધી ગામે વિવિધ સેવાકીય કાર્યો કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

15
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને દેશનાં સ્વ.પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્ર્રીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીની દાંડીકૂચ યાત્રા સાથે જોડાયેલા ઓલપાડ તાલુકાના સાંધીએર,દેલાડ અને આંધી ગામે વિવિધ સેવાકીય કાર્યો કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંધીએર સેવા સહકારી મંડળી અને સર્વોદય જનકલ્યાણ ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે સાંધીએર ગામની પ્રા.શા.ના 150 વિદ્યાર્થી ઓને શાળાના ડ્રેસનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત શાળામાં સીસીટીવી કેમેરા માટે રૂ.58,000,મધ્યાહન ભોજન માટે રૂ.28,000 ના વાસણોની સહાય સહિત ગામના 300 જેટલા જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ તેમજ એક ગરીબ પરિવારને રૂ.11,000 ની આર્થિક સહાય આપવામાં આવી હતી. જ્યારે તાલુકાની આંધી પ્રા.શા.માં વિદ્યાર્થીઓને નોટબુક,બોલપેન,પેન્સિલ તથા આંધી અને ગોલાના 200 જરૂરિયાત મંદોને કપડાંનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દર્શન એ.નાયક,મંત્રી જયેન્દ્ર દેસાઈ,મંડળીના પ્રમુખ વિરલ પટેલ,ખેડૂત નેતા રમેશ પટેલ સહિત અગ્રણીઓ,શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ગાંધીજી દાંડીકૂચ યાત્રા વેળા તાલુકાના દેલાડ ગામે બે દિવસ સુધી રાત્રી રોકાણ કર્યું હતું. જેની સ્મૃતિરૂપે હાલમાં દેલાડ ગામે કાર્યરત મહાત્મા ગાંધીજી આશ્રમ ખાતે ગામની મહિલા સરપંચ વીણાબેન પટેલ અને ગામના યુવા સહકારી અગ્રણી ભાવિન પટેલની ટીમે સ્વચ્છતા અભિયાન હાથ ધરી વિવિધ સેવાકીય પ્રવૃતિમાં જોડાયા હતા. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને પાણી વડે સાફ્-સફાઈ કરી,આશ્રમ પરિસરની સ્વચ્છતા કરી પૂ.ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત દેલાડ ગ્રા.પં.ખાતે ગ્રામસભાનું યોજી ગ્રામજનોએ ગામની સ્વચ્છતા સહિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો