સાંધીએર : સાયણના સંદેશ દૈનિક અખબારના એજન્ટ જાવેદભાઈ પિંજારાનું 45 વર્ષની વયે તા. 28-07-26ના રોજ દુઃખદ અવસાન થયું હતુ. આ સાથે જ તેમના પરિવાર, સબંધીઓ અને મિત્ર વર્તુળમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જાવેદભાઈ પિંજારા ન્યુઝ પેપરના એજન્ટ હતા અને છેલ્લા ઘણા વર્ષોથી સાયણ વિસ્તારના છેવાડાના ગામડાઓ સુધી વાચકોને ન્યૂઝ પેપરનું વિતરણ કરતા હતા. તેઓએ 11 વર્ષની માસૂમ દીકરી અને પત્ની સલ્માબેન સહિત આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી છે. તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી તેમના અવસાનની જાણ થતાં મિત્ર વર્તુળ અને સંબંધીઓએ પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી.
