ઓલપાડ તાલુકાનાં સોંદામીઠા ગામના શૈક્ષણિક, સહકારી, સામાજિક, ધાર્મિક અને ખેડૂત સંસ્થાઓની સેવામાં આજીવન કાર્યરત રહેલા રાજપૂત સમાજનાં અગ્રણી રાયસિંહજી શાંતિલાલ ઉર્ફે ભાવસિંહ ચૌહાણનું કેનેડામાં તા.16મીએ 89 વર્ષની જૈફ્ વયે નિધન થયું છે. તા.19નાં રોજ તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જેની જાણ થતાં જિલ્લા અને તાલુકાની અનેક સંસ્થાનાં અગ્રણીઓ સોંદામીઠાના નિવાસે આવી સંતાનોને સાંત્વના પાઠવી હતી. રાયસિંહજીએ ઓલપાડ તાલુકાની અનેક સંસ્થાઓમાં, ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માનદ્દમંત્રી પદે, લપાડ તાલુકા આઝાદદિન સ્મારક કેળવણી મંડળમાં પ્રમુખપદે, તાલુકા ખેડૂત સમાજનાં પ્રમુખ,ગામના સરપંચ, ટકારમા દૂધ મંડળીનાં કમિટી સભ્ય, પડવાઈ સુગરનાં ડીરેકટરપદે સેવા આપી હતી.
