કીમ : ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી
તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા 27મો સેફ એન્યુઅલ માર્ગ સલામતી

કીમ : ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી
તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા 27મો સેફ એન્યુઅલ માર્ગ સલામતી
સેમિનાર યોજાયો હતો. આ રાજ્યકક્ષાના સેમિનારમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઇ માળીના હસ્તે સુરત ગ્રામ્ય વિસ્તારમાં
માર્ગ સલામતી સંબંધે પ્રશંસનીય અને નોંધપાત્ર કામગીરી કરવા બદલ સુરત ગ્રામ્ય પોલીસ
અધિક્ષક રાજેશ ગઢિયાને રોડ સેફ્ટી વોરિયર્સ ગુજરાત તરીકેનો ગૌરવપૂર્ણ એવોર્ડ એનાયત
કરવામાં આવ્યો હતો. આ અવસરે રોડ સેફ્ટી કમિશનર સતીષ પટેલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત
રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો