મહુવા તાલુકાનાં દેદવાસણથી સાતેમ જતા રોડ પરથી ખેરના લાકડા ભરેલ ટેમ્પો મહુવા વન વિભાગની ટીમે ઝડપી પાડયો હતો.

સુરત ડીએફઓને બાતમી મળી હતી કે મહુવા તાલુકાનાં દેદવાસણથી સાતેમ જતા રોડ પરથી ગેરકીયદેસર રીતે ખેર ભરી એક ટેમ્પો પસાર થઈ રહ્યો છે. જેથી તેમણે દેદવાસણ ગામની સીમમાં મહુવા આરએફઓ નેહા ચોધરીએ પોતાના સ્ટાફ સાથે વોચ ગોઠવ્યા હતા. તે દરમ્યાન ટાટા કંપનીનો 407 ટેમ્પો (નં.જીજે.21. ટી.7732 આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ખેરના લાકડા હતા તેની પરમીટ ચાલક પાસે ન હતી. જેથી ટેમ્પામાં ભરેલા 67 નંગ ખેરના લાકડા જેની કિ.રૂ.50000 તથા ટેમ્પાની કિ.રૂ.2,50,000 મળી કુલ્લે રૂ. 3 લાખનો મુદામાલ વનવિભાગે ઝડપી પાડી ચાલકની અટક કરી ટેમ્પો તથા પકડાયેલ માલને માંડવી ખાતે જમા કરાવી દીધા હતા. વધુ તપાસ મહુવા આરએફઓ નેહા ચોધરીએ હાથ ધરી છે.