સુરત : ઉમરગામ ટાઉનના સંદેશ ન્યુઝ પેપર એજન્ટ અને ખબરપત્રી આશિષભાઈ તન્નાના માતૃશ્રી કૌશિકાબેન વસંતલાલ તન્નાનું 87 વર્ષની જૈફ વયે તા.13-08-2026ને ગુરુવારના રોજ સાંજે અવસાન થયું હતુ. સદગતની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી શુક્રવારે સવારે નીકળી હતી. જેમાં નગર અને તાલુકાના અગ્રણીઓ તથા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સદગતનું બેસણું આગામી તા. 17-8-2026ને સોમવારના રોજ બપોરે 3થી 6 કલાક દરમિયાન ગાંધી સદન ઉમરગામ ખાતે યોજાનાર છે.
