સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો અને તંગદિલી સર્જાઈ હતી. બેઠક દરમિયાન ભાજપ અમને આપકોર્પોરેટરો આમને-સામને આવી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.


સભા દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર ચર્ચા શરૂ

માહિતી મુજબ સામાન્ય સભા દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક કોર્પોરેટરો દ્વારા લેપટોપમાં પુરાવા બતાવતાં સભામાં જોરદાર હોબાળો મચ્યો હતો. બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ વધુ ગરમાયું હતું.

મેયર દક્ષેશ માવાણીનો ઘેરાવ કર્યો

ચર્ચા દરમિયાન એકબીજા પર આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો વિરોધ કરતા કોર્પોરેટરોએ શહેરના મેયર દક્ષેશ માવાણીનો ઘેરાવ કર્યો હતો અને તેમના સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસ કાફલો તૈનાત

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે મનપા કચેરી ખાતે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. 


આ પણ વાંચો----     Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

  • Follow us on: