સુરતની શિક્ષણ સંસ્થાઓમાં હાલમાં ડેટા એન્ટ્રીના મુદ્દે ભારે હલચલ જોવા મળી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સુરતની 171 જેટલી શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ શાળાઓ દ્વારા લાંબા સમયથી વિદ્યાર્થીઓની મહત્વની વિગતો ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ અનેકવાર મૌખિક અને લેખિત સૂચનાઓ આપવા છતાં, આ શાળાઓએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે હવે વિભાગે કડક વલણ અપનાવ્યું છે.


DEO ની લાલ આંખ

DEO દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આગામી બે દિવસમાં તમામ બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જો આ સમયગાળામાં વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કરવામાં નહીં આવે, તો સંબંધિત શાળાઓની ફીની ચૂકવણી અટકાવી દેવામાં આવશે એવી ગંભીર ચીમકી પણ આપવામાં આવી છે. આ કડક કાર્યવાહીને કારણે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. સરકારી ડેટા મેનેજમેન્ટમાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવાના હેતુથી શિક્ષણ વિભાગે આ આકરું પગલું ભર્યું હોવાનું મનાય છે.

આ પણ વાંચો : Dahod માં ફૂડ લવર્સ માટે ચેતવણી, જાણીતી બ્રાન્ડ 'લાપિનોઝ'ના પિઝામાંથી નીકળી જીવતી ઈયળ

  • Follow us on: