સુરત : અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની તમામ વિભાગની ભાઈઓ તથા બહેનોની કબડ્ડી સ્પર્ધા તા.17 અને 18 ઓગસ્ટે કોસંબામાં યોજાઇ હતી. તેમાં વાંકલ હાઇસ્કુલની અંડર 19 વિભાગની બહેનોની કબડ્ડીની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લામાં અવ્વલ રહી હતી. જેમાંથી ચાર વિદ્યાર્થિનીઓની પસંદગી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે થઈ છે જ્યારે ભાઈઓમાંથી અન્ડર 19 વિભાગમાં એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે આ પસંદગી પામનાર વિદ્યાર્થીઓમાં 1. આરતીકા દશરથભાઈ વસાવા (12 ક) 2. વિદ્યા સંજયભાઈ વસાવા (11 ક) 3. નેન્સી મનસુખભાઈ વસાવા (11 ઈ) 4. ઝંખના હેમંતભાઈ વસાવા (12 ક) 5. સોહમ હેમંતભાઈ ચૌધરી (12 ઈ)નો સમાવેશ થાય છે. તેમને અને કોચને શાળાના આચાર્યપારસ કુમાર જે. મોદી, વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ તેમજ તમામ સ્ટાફ્ અભિનંદન પાઠવ્યા હતા.
