સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં એક મહિલા ટ્રેક્ટર હેઠળ કચડાઈ ગઈ હોવાનો ગંભીર મામલો બહાર આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈડની બહાર ટ્રેક્ટર રીવર્સ લેતા સમયે ડ્રાઇવરની બેદરકારીથી ટ્રેક્ટર મહિલાને અથડાયું હતું.
ટ્રેક્ટર રીવર્સ લેતી વખતે ડ્રાયવરે મહિલાને ટક્કર મારી
મહિલા ફોનમાં વ્યસ્ત રહીને કન્સ્ટ્રક્શન સાઈડ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક્ટરને રીવર્સ લઇ રહેલા ડ્રાયવરે ગફલતભરી ડ્રાઇવીંગ કરી મહિલાને ટક્કર મારી હતી અને મહિલા નીચે પડી ગયા બાદ ટ્રેકટરની નીચે આવી ગઇ હતી. આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ડ્રાઇવર ટ્રેક્ટર છોડીને તુરત જ ફરાર
અકસ્માત સર્જાતા ટ્રેક્ટર ડ્રાઇવર ટ્રેક્ટર છોડીને તુરત જ ફરાર થઇ ગયો હતો. ઘટનાના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
ડ્રાઇવરની શોધખોળ
મામલાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ડ્રાઇવરની શોધખોળ શરુ કરી હતી.










