સુરત શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થામાં શરમજનક બનાવ સામે આવ્યો છે. BRTS બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પેસેન્જરે સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ બસના ડ્રાઇવર પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મહિલાએ બસને અધવચ્ચે ઊભી રાખવા માટે ડ્રાઇવરને જણાવ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ બસને અધવચ્ચે ઊભી રાખવા માટે ડ્રાઇવરને જણાવ્યું હતું. જોકે ટ્રાફિક નિયમો અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ડ્રાઇવરે બસ ઊભી રાખવાની ના પાડતા મહિલા ગુસ્સે થઈ ગઈ હતી.













