દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરાવાયું છે. જળબંબાકારથી અનેક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શુક્રવાર સાંજ સુધીના વિતેલા 60 કલાકમાં ગુજરાતના 21 જેટલા તાલુકાઓમાં 12 ઈંચથી લઈને 38 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. સુરતના અંબિકામાં વધુ 13 ઈંચ સાથે બે દિવસમાં 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ડાંગના વઘઈ અને સુબીર તાલુકામાં પણ આજે દિવસ દરમિયાનના 8 કલાકમાં 13 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં મહેસાણાના કડીમાં માત્ર 2 કલાકમાં જ 8 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા.


છેલ્લા 60 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 38 અને માળિયા હાટિનામાં 31 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતના અંબિકામાં 22 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જ્યારે દિવસ દરમિયાનના 12 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા તાલુકામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા棦 મળી હતી. ગણદેવી તાલુકામાં 8.08 ઇંચ, ચીખલી તાલુકામાં 11.24 ઇંચ, વાંસદા તાલુકામાં 12.24 ઇંચ અને khergam તાલુકામાં 8.36 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ શહેરમાં શુક્રવારે મળસ્કે 2 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર છ કલાકમાં 09 ઇંચ વરસાદ પડયો હતો. સુરત જિલ્લામાં આવેલા વિવિધ તાલુકામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. તે અંતર્ગત માંગરોળમાં 5.84 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ, માંડવી અને કામરેજમાં 5-5 ઇંચ, સુરત શહેરમાં 2.28 ઇંચ, ચોર્યાસીમાં 1.44 ઇંચ, પલસાણામાં 3, બારડોલીમાં 4.86, મહુવામાં 6.2 અને એરઠમાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે. સાંજના 6 કલાકથી સવારના 6 કલાક દરમિયાન સુરત જિલ્લામાં નવા બનાવવામાં આવેલા અંબિકા તાલુકામાં 12.84 ઇંચ વરસાદ પડયો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો