સુરતમાં SIR કામગીરીમાં BLO તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે, જેના કારણે ભારે શોક ફેલાયો છે. મૃતક મહિલા અધિકારીનું નામ દિનકલ શીંગોડાવાળા છે. તેઓ સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઘરે તેમના બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.


વરાછામાં ફરજ કરતા દિનકલ શીંગોડાવાળાનું મોત

ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલા અધિકારીના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ છે. મહિલાના મોત પાછળનું રહસ્ય ઘૂંટાયું છે. આ મોત કામના ભારણને કારણે થયું છે કે પછી તે કોઈ આકસ્મિક બનાવ છે તે અંગે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: