સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. હીરાબાગ નજીક આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટમાં રહેતા એક રત્નકલાકારે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે.
રત્નકલાકારે પડતું મૂકી આપઘાત કર્યો
મૃતક રત્નકલાકાર છેલ્લા ઘણા સમયથી જીવનના બેવડા સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતા.સાથે જ લાંબા સમયથી બીમારીના કારણે પરેશાન રહેતા હતા.આર્થિક સંકડામણ અને શારીરિક પીડાથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.










