સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને જોખમી રીતે વાહન હંકારતા લક્ઝરી બસ ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે જ્યારે બસો શહેરમાં પ્રવેશ કરે છે, ત્યારે ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા ચાલકોને પાઠ ભણાવવા રીજીયન-1 ટ્રાફિક પોલીસે હીરાબાગ સર્કલ પાસે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.


વહેલી સવારે 5 વાગ્યાથી પોલીસની તવાઈ

સુરત શહેરમાં પ્રતિદિન વહેલી સવારે અંદાજે 500 જેટલી પ્રાઈવેટ લક્ઝરી બસો પ્રવેશ કરતી હોય છે. સમય બચાવવા અને ઉતાવળમાં આ બસ ચાલકો ઘણીવાર રોંગ સાઈડમાં બસો હંકારી અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકે છે.પોલીસે વહેલી સવારે 5:00 થી 7:00 વાગ્યા સુધી ખાસ ડ્રાઈવ ચલાવી હતી. વરાછા વિસ્તારના વ્યસ્ત હીરાબાગ સર્કલ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

500 થી વધુ બસ ચાલકોને ઓનલાઈન દંડ

R1 ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કોઈ પણ પક્ષપાત વગર નિયમ તોડતી તમામ બસોને અટકાવવામાં આવી હતી. હીરાબાગ સર્કલ પાસે રોંગ સાઈડમાં આવતી લક્ઝરી બસોને પોલીસના કાફલાએ આંતરી હતી. 500 થી વધુ બસ ચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો હતો.: માત્ર બસ જ નહીં, પરંતુ રોંગ સાઈડમાં આવતા અન્ય વાહનચાલકો સામે પણ દંડાત્મક પગલાં લેવાયા હતા.

આ પણ વાંચો:Kodinar: સિંધાજમાં વનરાજની પધરામણી, 8 થી 9 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવતા ફફડાટ


  • Follow us on: