સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વીમા પોલિસીના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરી પોલીસે ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે, પોલીસે આ આરોપીઓને દિલ્હી અને ગોવા જેવા રાજ્યોમાંથી ઝડપી પાડ્યા છે.
વીમા પોલિસીના નામે છેતરપિંડી
મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલાને આ ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીઓએ મહિલાને વીમા પોલિસીના ઊંચા વળતર અને વિવિધ લલચામણી વાતોમાં ભોળવી હતી. વિશ્વાસમાં આવી ગયેલી મહિલા પાસેથી આ ટોળકીએ અલગ-અલગ બહાને કુલ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
