શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાશ ચોકડી પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. BRTS રૂટની અંદર એક એમ્બ્યુલન્સ અને અન્ય બે ખાનગી વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે.

એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો વચ્ચે ટક્કર 

મળતી માહિતી મુજબ, પાંડેસરા કૈલાશ ચોકડી સ્થિત BRTS કોરિડોરની અંદરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સની ટક્કર એક મોટરસાયકલ અને અન્ય એક ખાનગી વાહન સાથે થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ જેવી રીતે વાહનો સાથે અથડાઈ તેને જોતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ભીતિ સેવાતી હતી, પરંતુ ચમત્કારિક રીતે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી.

બાઈક સવાર વ્યક્તિને સામાન્ય ઈજાઓ

આ ટ્રિપલ અકસ્માતમાં બાઈક સવાર વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. BRTS રૂટમાં ખાનગી વાહનો કેવી રીતે આવ્યા અથવા અકસ્માત પાછળનું ટેકનિકલ કારણ શું છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Surat: ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફરી શ્રમિકોની અછત, ગેસ સિલિન્ડરની સમસ્યા અને વેકેશનને કારણે ઉત્પાદન પર બ્રેક