શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે, જેના કારણે સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારની લુંબિની સોસાયટીમાં છેલ્લા ચાર દિવસમાં જ બે બાઇકની ચોરીની ઘટના સામે આવી છે.
CCTVમાં કેદ થઈ ચોરી
આજ રોજ વહેલી સવારે બે તસ્કરો લુંબિની સોસાયટીમાં પ્રવેશ્યા હતા. સોસાયટીમાં પાર્ક કરેલી બાઇક ચોરવાનો પ્રયાસ કરતાં તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફૂટેજમાં દેખાય છે કે આરોપીઓ ડુપ્લીકેટ ચાવી વડે બાઇકનું લોક ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આખરે, એક બાઇકમાં ડુપ્લીકેટ ચાવી લાગી જતાં આરોપીઓ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા.










