દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય શ્રમિકો અને પરિવારો વતનમાં જવા માટે ઉધના રેલવે સ્ટેશનનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે. આ વખતે મુસાફરોની સંખ્યા એટલી હદે વધી છે કે રેલવેએ ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાની માતબર આવક રળી છે.
માત્ર એક મહિનામાં 4 લાખથી વધુ પ્રવાસીઓ
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા માત્ર 30 દિવસમાં ઉધના સ્ટેશનથી અંદાજે 4.17 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. આ પ્રવાસીઓના ધસારાને કારણે પશ્ચિમ રેલવેને અંદાજે 10.10 કરોડ રૂપિયાની મસમોટી આવક થઈ છે. જે દર્શાવે છે કે ઉધના સ્ટેશન સુરત રેલવે સ્ટેશનના વિકલ્પ તરીકે અત્યંત સફળ રહ્યું છે.
