ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં આગેવાનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાને રૂબરૂ મળીને ટેટ પરીક્ષાનાં વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યુ હતુ કે હાલમાં શાળાઓમાં કાર્યરત અને લાંબા સમયથી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા અનુભવી પ્રાથમિક શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત બનાવવી તે તદ્દન અન્યાયકર્તા છે. વર્ષોથી શિક્ષણનાં ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા શિક્ષકો પર આ ઉંમરે આવી પરીક્ષાઓ થોપવી યોગ્ય નથી, તેથી સરકારે શિક્ષકોની નોકરીની સલામતી અંગે ગંભીરતાથી વિચારવુ જોઇએ અને તેમને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવી જોઈએ। આ પ્રસંગે હાજર ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બિપીન વસાવા, મહામંત્રી મેહુલ વસાવા સહિતનાં અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષક આગેવાનાનોની રજૂઆતને ધારાસભ્ય ગણપત વસાવાએ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને કાયમી નિરાકરણ માટે તેઓ ટૂંક સમયમાં જ સરકાર કક્ષાએ મજબૂત રજૂઆત કરવાની ખાતરી આપી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: