સુરતની વ્યસ્ત ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં એક રહસ્યમય ઘટના બની હતી. કોઈ અજાણ્યો શખ્સ રિક્ષા કે અન્ય વાહનમાં મૃતદેહ લાવ્યો હોવાની શંકા છે, જે હોસ્પિટલના ગેટ પાસે લાશ ફેંકીને પળવારમાં ગાયબ થઈ ગયો હતો.
હોસ્પિટલના ગેટ પાસે લાશ ફેંકીને ગાયબ
હોસ્પિટલના ગેટ પર તૈનાત સિક્યુરિટી ગાર્ડે જોયું કે કોઈ હલચલ થઈ રહી છે, તપાસ કરતા ત્યાં એક વ્યક્તિ લોહીલુહાણ અથવા બેભાન અવસ્થામાં પડેલો જણાયો હતો. નજીક જઈને જોતા તે મૃત હતો. ગાર્ડે તુરંત ઉપરી અધિકારીઓને વાકેફ કર્યા હતા.










