સુરત પોલીસે નકલી ભારતીય ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરનારા એક મુખ્ય આરોપીને આખરે ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા નવ મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉતરાણ પોલીસે ઓપરેશન કારાવાસ હેઠળ કાર્યવાહી કરીને નકલી ચલણી નોટના છાપકામ સાથે સંકળાયેલા આરોપી આશિષ વઘાસીયા ને ઓલપાડ વિસ્તારમાંથી ઝડપી લીધો છે.


સુરતમાં નકલી ચલણી નોટ છાપનાર ઝડપાયો

આશિષ વઘાસીયા છેલ્લા નવ મહિનાથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો, જેના કારણે પોલીસે તેની શોધખોળ માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે ગુપ્ત માહિતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઉતરાણ પોલીસને તેને ઓલપાડથી દબોચી લેવામાં સફળતા મળી છે.આરોપી નકલી ચલણી નોટો છાપવાનું અને બજારમાં વહેતી કરવાનું મોટું નેટવર્ક ચલાવતો હોવાની આશંકા છે. આ ઘટનામાં અગાઉ પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી આશિષ વઘાસીયા ફરાર હતો.

છેલ્લા 9 મહિનાથી હતો પોલીસ ચોપડે વોન્ટેડ

ઉતરાણ પોલીસે હવે આશિષ વઘાસીયાની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે છેલ્લા નવ મહિનાથી ક્યાં છુપાયો હતો, તેના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે, અને તેણે બજારમાં અત્યાર સુધીમાં કેટલી કિંમતની નકલી ચલણી નોટો વહેતી કરી છે. આ ધરપકડથી સુરતમાં નકલી ચલણી નોટોના રેકેટ પર મોટો ફટકો પડ્યો છે. ઉતરાણ પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: