ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં જયેશ પટેલ નામના યુવકની ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘાતકી ખેલને અંજામ આપનાર આરોપીઓ વિશાલ વાઘ અને રાકેશ ગંગે હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. સરેઆમ થયેલી આ હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લિબાયત મર્ડર કેસ
સુરત શહેરમાં ક્રાઈમ રેટ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, કારણ કે એક જ દિવસમાં હત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. લિંબાયતની આ ઘટનામાં માથાભારે શખ્સોએ અંગત અદાવત અથવા સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને જયેશ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસ હાલ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપો વચ્ચે આ ડબલ મર્ડરની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.













