સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી કરતી ટોળકીઓ હવે જાણીતી બ્રાન્ડ્સના નામે લોકોને શિકાર બનાવી રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક યુવકને પ્રતિષ્ઠિત પ્રી-સ્કૂલ ચેઈન 'કીટઝી' (Kidzee) ની ફ્રેન્ચાઇઝી અપાવવાની લાલચ આપી ગઠિયાઓએ રૂપિયા 3 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.


સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી

ભોગ બનનાર યુવકે ઇન્સ્ટાગ્રામ પર સ્કૂલ ફ્રેન્ચાઇઝી આપવા અંગેની એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાત પર ક્લિક કર્યા બાદ ઠગબાજોએ યુવકનો સંપર્ક કર્યો હતો. સામા પક્ષે વાત કરનાર વ્યક્તિઓએ પોતાની ઓળખ કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી અને યુવકને વિશ્વાસમાં લીધો હતો. ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ, રજિસ્ટ્રેશન અને અન્ય પ્રોસેસિંગ ફીના નામે યુવક પાસેથી ટુકડે-ટુકડે કુલ 3 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પૈસા આપ્યા બાદ પણ ફ્રેન્ચાઇઝીની કોઈ પ્રક્રિયા આગળ ન વધતા અને ઠગબાજોએ સંપર્ક કાપી નાખતા યુવકને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. આખરે યુવકે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ઠગબાજોના બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Radhanpur: અરજણસર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

  • Follow us on: