સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લા ગ્રામ્યમાં પોલીસ દ્વારા શ્રાવણ માસમાં રમાતા જુગાર પર તવાઈ બોલાવવાનું જારી રખાયું છે. દસાડા-વડગામ રોડ પર કોયલ માતાજીના મંદિર પાસે નર્મદા કેનાલની ધાર નજીક જુગાર રમતા રહીમ મહેબુબભાઈ સીપાઈ અને ઈરફાન મહેબુબશા દીવાન રોકડા રૂપીયા 11,650, 2 મોબાઈલ, કાર, બાઈક મળી કુલ રૂપીયા 3,51,650ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં રફીક નશરૂદ્દીનભાઈ કુરેશી, મોસીન રહીમભાઈ રાઠોડ, યુસુફ રહીમભાઈ રાઠોડ, સોયબ મુસ્તુફાભાઈ દીવાન, ફીરોઝ હુસેનભાઈ ચૌહાણ અને અમીર કેસરખાન રાઠોડ ફરાર થઈ ગયા છે. જયારે ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે વડના ઝાડ નીચે જુગાર રમતા વિક્રમ કાળુભાઈ પગી, કાળુ ચતુરભાઈ પગી, રવીરાજ બાબુભાઈ જોગીયાણી, રમેશ પોપટભાઈ ગમારા અને વીરમ બાબુભાઈ ધોપાર રોકડા રૂપીયા 12,050 સાથે ઝડપાયા છે. આ દરોડામાં બળદેવ દેવજીભાઈ પગી, નવાઝ હબીબભાઈ સીપાઈ, સુરેશ રમેશભાઈ ઘુઘલીયા, રમેશ મેરૂભાઈ કોળી, અશ્વીન રમેશભાઈ કોળી અને સુનીલ દેવજીભાઈ કોળી ફરાર થઈ ગયા છે. બીજી તરફ મુળી તાલુકાના ખાટડીની સીમમાં જુગાર રમતા જયંતી ઉર્ફે સુરેશ વાલજીભાઈ પીપળીયા, પ્રવીણ સોમાભાઈ દેત્રોજા, પ્રદીપ લાલજીભાઈ ચૌહાણ, ચમન ધીરૂભાઈ સોડમીયા અને વાસુદેવ મોહનભાઈ ઘુસડીયા રોકડા રૂપીયા 15,600 સાથે પકડાયા છે. આ ઉપરાંત વઢવાણના ખમીસાણા ગામે જુગાર રમતા રમેશ મનજીભાઈ થરેસા, મુના ભુપતભાઈ સણોથરા અને સંજય દેવજીભાઈ મામેજા રોકડા રૂપીયા 2270 સાથે પકડાયા છે. અને સુરેન્દ્રનગરના રામનગરમાં આવેલ માંધાતા ચોકમાં જુગાર રમતા ઈશ્વર ભોપાભાઈ દુમાદીયા, મનીશ ગોવીંદભાઈ ખાવડીયા અને મુન્ના બાબુભાઈ અઘારા રોકડા રૂપીયા 1240 સાથે પકડાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો