ગુજરાતમાં ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાના સળગતા પ્રશ્નને લઈ રોષ ફેલાયો છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ખાનગી કંપનીઓ અને ભાજપના કેટલાક મોટા નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠકો થઈ છે. સરકારે ગુજરાતના 26 જિલ્લાઓમાંથી આવી 100 જેટલી હેવી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવાનું નક્કી કર્યું છે. તે પણ ખેડૂતોના ભોગે અને તેમની ફ્ળદ્રુપ જમીનમાંથી, કોઈ બિનઉપજાઉ જમીનમાંથી નહીં. અંદાજે એક લાઈનની લંબાઈ 500 કિલોમીટરની છે અને આવી 100 લાઈનો નાખવાનું નક્કી થયું છે. જો એક લાઈનમાં 1500 જેટલા થાંભલા આવે, તો વિચાર કરો કે 100 લાઈનમાં કેટલા થાંભલા આવશે? એટલે કે લગભગ દોઢ લાખ જેટલા થાંભલા ખેડૂતોના ખેતરોમાં નખાશે. એક અંદાજ મુજબ પ્રતિ કિલોમીટરે 77 વીઘા જમીન આમાં અસરગ્રસ્ત થાય છે. આ યોજનાથી લગભગ 38લાખ વીઘા જમીન પર થાંભલા પડવાની શક્યતા છે, જેમાં સાડા પાંચ લાખથી વધુ ખેડૂતો અને તેમના પરિવારો તથા મજૂરો મળીને અંદાજે 30 થી 40 લાખ લોકો અસરગ્રસ્ત થવાના છે. આગામી 27 તારીખે સુરેન્દ્રનગરમાં સાંજે 4 વાગ્યે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય કક્ષાની 'કિસાન મહા પંચાયત'નું આયોજન કરાયું છે.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









