ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા કરણભાઈ આબુભાઈ જીલીયા મજુરી કરે છે. તેમના ભાઈ રણજીતે વઢવાણ તાલુકાના વડોદ ગામે રહેતા અંબારામ સામતભાઈ મંદુરીયાને ફોનમાં અપશબ્દો કહ્યા હતા. તા. 26-2ના રોજ કરણભાઈ તેમના પિતરાઈ ભાઈ વિજય સાથે વઢવાણ તાલુકાના કારીયાણી ગામે પશુઓ જોવા ગયા હતા. જયાંથી બન્ને બાઈક પર પરત ખાંડીયા જતા હતા. જેમાં વડોદ ગામ પાસે એક હોટલ નજીક અંબારામ મંદુરીયા, જયસુખ સામતભાઈ મંદુરીયા, મેહુલ અંબારામભાઈ મંદુરીયા અને જયસુખનો દિકરો કટુ ઉભા હતા. તેઓએ કરણભાઈને ઉભા રખાવી તારો ભાઈ કેમ ફોનમાં અપશબ્દો કહે છે તેમ કહી લોખંડના પાઈપ, લાકડાના ધોકા, પ્લાસ્ટીકના પાઈપ વડે કરણભાઈનેમાર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો