જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓને ડામવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે ચોક્કસ બાતમીના આધારે સારસાણા-નવાગામ રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર ખનીજ વહન કરતા એક ટ્રકને ઝડપી પાડ્યો છે.
રોયલ્ટી પાસ વગરની હેરાફેરી
મળતી માહિતી મુજબ, ચોટીલા પ્રાંત અધિકારીને બાતમી મળી હતી કે સારસાણા-નવાગામ રોડ પરથી ગેરકાયદેસર ખનીજની હેરાફેરી થઈ રહી છે. જેના પગલે અધિકારીની ટીમે વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકને અટકાવી તલાશી લેતા, તેમાંથી કોઈ પણ જાતના રોયલ્ટી પાસ કે પરમિટ વગરનો કાર્બોસેલ ભરેલો મળી આવ્યો હતો.
