આગામી SIR-2026 અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ચાલુ સપ્તાહના અંતમાં, 29 નવેમ્બર, 2025 (શનિવાર) અને 30 નવેમ્બર, 2025 (રવિવાર) ના રોજ યોજાશે.


કેમ્પનો સમય અને હેતુ

  • શનિવાર (29 નવેમ્બર): બપોરે 12:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી.
  • રવિવાર (30 નવેમ્બર): સવારે 10:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી.

આ કેમ્પમાં મતદારો દ્વારા ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે, નો-મેપિંગ મતદારો તેમના પુરાવા રજૂ કરી શકશે અને 2002ની મતદાર યાદીમાં જરૂરી વિગતો શોધવામાં મદદ પણ પૂરી પાડવામાં આવશે.

પુરાવા રજૂ કરવાના મહત્વના નિયમો (જન્મ તારીખ મુજબ)

જો તમારું કે તમારા વડીલોનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય, તો જન્મ તારીખના આધારે અલગ-અલગ પુરાવા રજૂ કરવાના રહેશે:

  • જન્મ 1 જુલાઈ, 1987 પહેલા: પુરાવાની યાદીમાંથી કોઈપણ એક પુરાવો રજૂ કરવો.
  • જન્મ 1 જુલાઈ, 1987 થી 2 ડિસેમ્બર, 2004 વચ્ચે: તમારો એક પુરાવો અને તમારા માતા-પિતા પૈકી કોઈપણ એકનો એક પુરાવો રજૂ કરવો.
  • જન્મ 02 ડિસેમ્બર, 2004 પછી: તમારો એક પુરાવો તેમજ તમારા માતા અને પિતા બંનેનો એક-એક પુરાવો રજૂ કરવો ફરજિયાત છે.

જરૂરી પુરાવા

રજૂ કરી શકાય તેવા માન્ય પુરાવાઓમાં સરકારી કર્મચારી/નિવૃત્ત કર્મચારીનું ઓળખપત્ર, 1 જુલાઈ, 1987 પહેલા અપાયેલો સરકારી દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, OBC/SC/ST પ્રમાણપત્ર, ફેમિલી રજીસ્ટર, અને આધારકાર્ડ (ચૂંટણીપંચના નિર્દેશો મુજબ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત લિવિંગ સર્ટિફિકેટ, સાથણીનો હુકમ, ગામ નમૂના નંબર 7, 8-અ, 12 ના ઉતારા જેવા અન્ય પુરાવાઓ પણ સ્વીકારાશે.

આ પણ વાંચો : Banaskantha માં બનાસ સૈનિક સ્કૂલની દીકરીઓનો ડંકો, નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા 

  • Follow us on: