સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા ભૂ-માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. થાનગઢના ભાડુકા ગામે ગઈકાલે જમીન માપણીની કામગીરી માટે ગયેલી મામલતદારની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.
ભૂ-માફિયાના ગેરકાયદે બાંધકામ તોડી પડ્યા
મામલતદારની ટીમ પર હુમલો કરનાર મુખ્ય આરોપીઓ ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, અને રવિ ઉગા પરમાર સામે ગુનો નોંધીને તેમની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વહીવટી તંત્રએ આ ભૂ-માફિયાઓના ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવ્યા હતા. જેમાં ભરત અલગોતર અને જયપાલ અલગોતરના બાંધકામો તેમજ રવિ પરમારના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.










