સુરેન્દ્રનગર એસઓજી ટીમને ચુડા તાલુકાના છલાળા ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં મેડીકલ પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મુળ ઝારખંડના શખ્સને ઝડપી લઈ ચુડા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.


સુરેન્દ્રનગર જિલ્લામાંથી એસઓજીની ટીમે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડયો છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના અમરકુમાર ગઢવી, કુલદીપસિંહને ચુડા તાલુકાના છલાળા ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી કંથારીયા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. ભાવેશ માલકીયાને સાથે રાખી રેડ કરી હતી. જેમાં ઝારખંડનો 38 વર્ષીય પ્રતુલ અનંદ બીશ્વાસ ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર હતુ નહી. તે છેલ્લા 5 વર્ષથી છલાળામાં ભાડે મકાન રાખી તબીબી સારવાર કરતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આથી પોલીસે રૂપીયા 12,082ની દવાઓ સાથે આ શખ્સને ઝડપી લઈને ચુડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ એએસઆઈ જે.એન.ઝાલા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: