ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી એક ટોળકીનો ધ્રાંગધ્રા સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દેશના અલગ-અલગ રાજ્યોમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરતી હતી.


સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી એક ટોળકી

ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ શખ્સો વિરુદ્ધ અલગ-અલગ બે ગુનાઓ નોંધાયા હતા. પોલીસે આ ગુનાઓની તપાસ દરમિયાન ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં નીચે મુજબના શખ્સોનો સમાવેશ થાય છે: ચિરાગ વડોદરિયા (રહે. ધ્રાંગધ્રા), દશુભા જાલુભા ઝાલા (રહે. કોંઢ), કમલેશ પાનસુર (રહે. ધ્રુમટ ગામ)આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીમાં નાણાંની ઓનલાઈન હેરાફેરી કરવામાં આવતી હતી.

ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા 

ધ્રાંગધ્રા સિટી પોલીસે ઝડપાયેલા આ ત્રણેય શખ્સોની હાલમાં સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે અને આ ફ્રોડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: