સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા 35 વર્ષીય લાલભા કનુભા ઝાલા મજુરી કરે છે. ગત તા. 15-7ના રોજ રાત્રે તેઓ ચાલીને ઘર તરફ જતા હતા. ત્યારે કુટુંબીભાઈ ગજેન્દ્ર ઉર્ફે ગજો પોપટસિંહ ઝાલા અડધી રાત્રે અહીંથી કેમ નીકળેશ તેમ કહી અપશબ્દો બોલી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં લાલભાને માથામાં ઈજા થતા સારવાર માટે પાટડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. બનાવની ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી રવીરાજસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો