સુરેન્દ્રનગર શહેરમાં ગરીબો માટે ફાળવવામાં આવેલો સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં અનાજ અને વાહન સાથે કુલ ₹ 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
પોલીસે પાડેલી રેડ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે હેરાફેરી થતો રંગે હાથે પકડાયો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઘઉં, ચોખા અને ચણાના કટ્ટા તથા તેમાં વપરાયેલી બોલેરો પીકઅપ કારનો સમાવેશ થાય છે.
પોલીસે 6 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
જપ્ત કરાયેલા અનાજનો જથ્થો, ઘઉંના 20 કટ્ટા, ચોખાના 7 કટ્ટા, ચણાના 5 કટ્ટા, કુલ અનાજના કટ્ટા 40 જપ્ત કરવામાં આવ્યા છે.આ કૌભાંડમાં સંડોવાયેલા 6 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ પકડાયેલા મુદ્દામાલને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને ગુનો નોંધીને વધુ તપાસ માટે પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે. આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે સરકારી સબસિડીવાળું અનાજ ગેરકાયદેસર રીતે બજારમાં વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, જેના કારણે ગરીબ લાભાર્થીઓ તેમના હકથી વંચિત રહે છે.