સુરેન્દ્રનગર । (બ્યુરો)

સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં વિરાસત અને વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં ધરોહર જન્માષ્ટમીના લોકમેળાનો આરંભ આજે તા. 2જીથી થનાર છે. તા. 7મી સપ્ટેમ્બર સુધી યોજાનાર લોકમેળામાં ભારે માનવ મેદની જોવા મળશે. આજે બુધવારે સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને લોકમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં અધિકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગર મનપા દ્વારા સતત બીજા વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર મેળો પરંપરાગત મેળાના મેદાનમાં જ યોજવાનું નક્કી કરાયુ છે. ગત વર્ષે આ મેળો શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાયો હતો. પરંતુ આ વર્ષ આ સ્થળે મેળાનો વિરોધ થતા મનપાએ અંતે સ્થળ બદલ્યુ છે. આજે તા. 2જીને રાંધણ છઠ્ઠના દિવસથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત થનાર છે. જેમાં સૌપ્રથમ સવારે 11-30 કલાકે સુરેન્દ્રનગર લોકમેળાનું ઉદ્દઘાટન કરાશે. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નીખીલભાઈ ચાંપાનેરી સહિતનાઓ ઉપસ્થીત રહેશે. જયારે બપોરે 12-30 કલાકે વઢવાણ રેલવે સ્ટેશન પાસેના મેદાનમાં મેળાનું ઉદ્દઘાટન મહાનુભવોના હસ્તે કરાશે. આ બન્ને મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં કલેકટર જી.એચ.સોલંકી, એસપી પ્રેમસુખ ડેલુ, કમીશ્નર જે.કે.જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થીત રહેશે. સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજાનાર છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું દર વર્ષે પ દિવસ આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે 6 દિવસ મેળો યોજાનાર હોવાથી મેળાના માણીગરોમાં અનેરો થનગનાટ જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam

Festive celebrations begin with Janmashtami fairs in Surendranagar and Wadhwan, featuring cultural programs and large crowds.

Janmashtami, Surendranagar, Wadhwan, Festival

મેળાના નાદે જન્માષ્ટમીની ઉજવણી શરૂ

સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાના આરંભ સાથે જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ જામ્યો છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.