લીંબડી શહેરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા અમદાવાદના યુવકની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના યુવકની લગ્નપ્રસંગમાં હત્યા
અમદાવાદનો રહેવાસી એક યુવક લીંબડી ખાતે પોતાના સંબંધીના લગ્નપ્રસંગમાં આવ્યો હતો. લગ્નની ધામધૂમ ચાલતી હતી તે દરમિયાન અચાનક અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો યુવકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા.
