સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ડામવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલ (કોલસો) કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે તંત્રએ ઓચિંતો છાપો માર્યો હતો.
ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કાઢવાનું કૌભાંડ
ખાણ ખનીજ વિભાગની ટીમે જ્યારે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ત્યારે ચોરવીરાની સીમમાં ગેરકાયદેસર કુવાઓ ખોદીને કાર્બોસેલનું ખનન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ઘટનાસ્થળેથી 1 લોડર અને 3 ડમ્પર,1 બકેટ.60 મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ તમામ સાધનો અને ખનીજ મળીને કુલ અંદાજે રૂપિયા 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
