સુરેન્દ્રનગરના એક યુવાનને હથિયાર સાથેનો ફોટો ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર શેર કરવો મોંઘો પડ્યો છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ હથિયાર સાથે રુઆબ બતાવતા યુવકને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મીડિયા પર પોલીસની બાજ નજર

સુરેન્દ્રનગર SOG પોલીસ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી હતી, તે દરમિયાન હથિયાર સાથેનો એક ફોટો પોલીસના ધ્યાને આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવાન થાનગઢના નળખંભા વિસ્તારમાં રહેતો ગોવિંદ સારલા છે. પોલીસે તાત્કાલિક ગોવિંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પાંચ વર્ષ જૂના ફોટાએ ભરાવ્યો

પોલીસ પૂછપરછમાં ગોવિંદે કબૂલાત કરી હતી કે આ ફોટો અંદાજે પાંચેક વર્ષ પહેલાં પડાવ્યો હતો, જે તેને હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે, ફોટામાં દેખાતું હથિયાર તેનું પોતાનું નહોતું, પરંતુ સુદામડા ગામના નરસિંહભાઈ પોડિયાનું હતું.

પોલીસ કાર્યવાહી અને ગુનો

પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા હથિયાર સાથે ફોટો પડાવનાર ગોવિંદ સારલા અને હથિયાર આપનાર નરસિંહભાઈ પોડિયા એમ બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Bhavnagar: સરતાનપર વાવડીમાં SOGના દરોડા, 1.22 કિલો ગાંજા સાથે એક યુવકને દબોચ્યો


  • Follow us on: