સુરેન્દ્રનગર । (બ્યુરો)
ઝાલાવાડમાં સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જુગારની મૌસમ જાગી છે. ત્યારે જિલ્લા પોલીસ અને રાજકોટ રેન્જની ટીમે દરોડા કરીને 31 જુગારીયાઓને રોકડ, મોબાઈલ, કાર સહિત રૂપીયા 7,19,720ની મત્તા સાથે ઝડપી લીધા છે. દસાડાના માનાવાડા ગામે થયેલ દરોડામાં 6 જુગારીયાઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે.
રાજકોટ રેન્જની ટીમના અજયવીરસિંહ ઝાલા સહિતનાઓને રાજસીતાપુર-ધ્રાંગધ્રા રોડ પર આવેલ વાડીમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક શકિતસિંહ દિલુભા ઝાલા, સુરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શકિતસિંહ બળભદ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ રણુભા ઝાલા, હિતુભા મોહનસિંહ ઝાલા, પ્રદીપસિંહ ટેમુભા ઝાલા અને રાજુ ભગવાનભાઈ બારૈયા રોકડા રૂપીયા 1.89 લાખ, 3 મોબાઈલ, કાર સહિત રૂપીયા 5.04 લાખની મત્તા સાથે પકડાયા છે. જયારે સાયલાના સાપર ગામે જુગાર રમતા બટુક જગાભાઈ સારલા, જગદીશ રઘુભાઈ ડેડાણીયા, કીશન ધીરૂભાઈ અઘારા અને ભરત ગાંડાભાઈ સાપરા રોકડા રૂપીયા 6,950, 4 મોબાઈલ સહિત રૂપીયા 26,950ની મત્તા સાથે પકડાયા છે.
બીજી તર થાનના વીજળીયા ગામે બાપા સીતારામની મઢુલી પાસે જુગાર રમતા વીરમ ભોપાભાઈ સારલા, નરશી દેવાભાઈ સોલંકી, ગોપાલ ભુપતભાઈ ઝાલા, પ્રવીણ રામજીભાઈ સારદીયા, ગોપાલ હેમંતભાઈ ઝાલા, જીતેશ રામાભાઈ પંડીત અને ગોપાલ વીનુભાઈ સોલંકી રોકડા રૂપીયા 19,150, 5 મોબાઈલ સહિત રૂપીયા 44,150ની મત્તા સાથે પકડાયા છે.
આ ઉપરાંત થાન-નવાગામ રોડ પર ન્યુ ભારત સીરામીક કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કારખાનાના માલીક અમીત પ્રભુભાઈ પ્રજાપતી, મનસુખ મગનભાઈ ધરોડીયા, શંકર વાલજીભાઈ ભોરણીયા અને રવી ભાણજીભાઈ ઉભડીયા રોકડા રૂપીયા 95 હજાર, 3 મોબાઈલ સહિત રૂપીયા 98 હજારના મુદ્દામાલ સાથે પકડાયા છે. અને દસાડા તાલુકાના માનાવાડા ગામની સીમમાં મેરા જવાના રસ્તે જુગાર રમતા શામજી બાબુભાઈ ઠાકોર, ચતુર કાળુભાઈ ધારીયાલા, ભુપત રમુજી ધારીયાલા રોકડા રૂપીયા 17,400, 3 મોબાઈલ સહિત રૂપીયા 32,400ની મત્તા સાથે પકડાયા છે. આ દરોડામાં દશરથ રમુજી ધારીયાલા, નવઘણ રામાજી ધારીયાલા, કનુ રામાજી કલાડીયા, કીલા ભુવાજી કલાડીયા, વિનુ જેરામજી પંચાસરા અને મહેશ ગેમરજી ધારીયાલા રાર થઈ ગયા છે. તથા ચોટીલાના ઢોળકવા ગામે મોગલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સંજય ઘુઘાભાઈ વાંઘાણી, સુરેશ વાલજીભાઈ ચૌહાણ, ધીરૂ કરમશીભાઈ વાંઘાણી, અમકુ બીછુભાઈ ખાચર અને રાણા પોપટભાઈ જાડા રોકડા રૂપીયા 13350 સાથે પકડાયા છે. દસાડા તાલુકાના રોઝવા ગામેથી પોપટ મોતીસંગ ઝાલા રૂપીયા 870 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
