સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ ગત ઓકટોબર માસ દરમીયાન ખાસ મતદાર યાદી સુધારણા અભીયાન ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયુ હતુ. અને તા. 27-11ના રોજ રાજય ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે આખરી મતદાર યાદી પ્રસીધ્ધ કરનાર હતુ. પરંતુ આ પ્રસીધ્ધી મુલતવી રખાઈ છે. અને ફરીવાર આગામી 29-11, 6 અને 13 ડિસેમ્બરના રોજ આવતા રવીવારે મતદાન મથકો પર બીએલઓની હાજરીમાં મતદાર તરીકે નામ નોંધાવવુ, કમી કરવુ, ભુલ સુધારવી જેવી કાર્યવાહી હાથ ધરાશે. જેને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એક-દોઢ માસ પાછી ઠેલાઈ તેવી શકયતા વર્તાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. રાજય ચૂંટણી પંચ દ્વારા ગત ઓકટોબર માસમાં મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરાયુ હતુ. અને તા. 27-11ના રોજ આખરી મતદાર યાદીની પ્રસીધ્ધી થનાર હતી. પરંતુ સંજોગોવસાત આ મતદાર યાદીની પ્રસીધ્ધી મુલતવી રાખવાનું ફરમાન તા. 26-11ના રોજ મોડી સાંજે જાહેર કરાયુ છે. જેને લઈને ઝાલાવાડ સહિત સમગ્ર રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પાછી ઠેલાય તેવુ લાગી રહ્યુ છે. ચૂંટણી સમયે લોકો ફરીયાદ કરતા હોય છે કે, અમારૂ નામ મતદાર યાદીમાં નથી. આથી કોઈપણ મતદાર મતદાન કરવાના પોતાના હકકથી વંચીત ન રહે તે માટે પાત્રતા ધરાવતા તમામ મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે રાજય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ અગાઉ મતદાર યાદી સુધારણા અભીયાન હાથ ધરાય છે. હજુ રાજય ચૂંટણી પંચ દ્વારા ગત ઓકટોબર માસમાં ખાસ મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરાયુ હતુ. ત્યારે ફરીવાર 3 રવીવાર ખાસ સંક્ષીપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. જેમાં આગામી 29-11, 6 અને 13 ડિસેમ્બરના રોજ રવીવારે મતદારોના ઘર પાસે જ જયાં તેઓ મતદાન કરવા જાય છે તે મતદાન મથકે જ બીએલઓ કક્ષાના અધીકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાશે. જેમાં તા. 01-01-2027ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તેવા યુવા મતદારો પોતાના નામ નોંધાવી શકશે. આ ઉપરાંત અવસાન થવાથી કે લગ્ન થવાથી નામ કમી કરવુ, સરનામામાં ફેરફાર, નામ, અટકમાં સુધારો, ફોટો બદલવો જેવી કાર્યવાહી પણ સવારે 10 થી 5 દરમીયાન હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત બુથ લેવલ ઓફીસર દ્વારા મતદારોની વિગતોની ચકાસણી, મતદારયાદીમાં નામની ખરાઈ સહિતની કામગીરી કરાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો