સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વીજ કંપનીની લાઈન પસાર થવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેમાં ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખેડુત આગેવાન ભરતસિંહ ઝાલાની આગેવાનીમાં કોંઢ ઉપરાંત, રાવળીયાવદર, નારીચાણા, જસાપર, રામપરા સહિતના ગામોની બેઠક યોજાઈ હતી. જેમાં યોગ્ય વળતર નહી તો ખેતરમાં વીજ પોલ નહીનો એક સુર ઉઠયો હતો. ખેડુતોએ જણાવ્યુ કે, સરકાર જયારે દસ્તાવેજનો સમય હોય ત્યારે જંત્રી મુજબ નાણા વસુલ કરે છે. અને જયારે વીજ કંપનીઓને વળતર ચૂકવવાનો સમય હોઈ ત્યારે જંત્રી કરતા નીચા દરે ખેડૂતોને વળતર મળે છે. આથી જયાં સુધી જંત્રી મુજબ પુરતુ વળતર ન મળે ત્યાં સુધી ખેતરોમાં વીજ પોલ ઉભા નહી કરવા દેવાનું ખેડૂતોએ આહવાન કર્યુ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: