સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે આવેલ દલીતવાસમાં ગીતાબેન ભવાનભાઈ રાઠોડ રહે છે. તા. 1-6ના રોજ રાત્રે તેઓ તેમના ઘર પાસે ઉભા હતા. ત્યારે પડોશી ગીરીશ નાગરભાઈ સોલંકીએ આવી તમારા લીધે મારા દિકરાને તકલીફ પડે છે તેમ કહી ગીતાબેનને અપશબ્દો કહી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બન્ને પડોશી હોઈ આ બાબતે સમાધાનની વાત ચાલુ હતી. પરંતુ સમાધાન ન થતા અંતે ગીતાબેને લીંબડી પોલીસ મથકે ગીરીશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી હરપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: