ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ માફીયાનો ખનીજચોરીનો કારસો નિષ્ફળ બનાવી દીધો હતો.
ચોટીલા ડેપ્યુટી કલેકટરે મુળી,થાનગઢ અને ચોટીલા વિસ્તારમાં ખનીજચોરી ઉપર સતત તવાઇ બોલાવી સદંતર નિષ્ફળ બનાવી દીધી છે.એમ છતાય ખનીજચોરી પ્રભાવીત વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવા ત્રણ ટીમો પણ બનાવી છે અને મોડી રાત્રે શંકાસ્પદ વિસ્તારમાં ડેપ્યુટી કલેકટર જાતે પણ ચેકીંગ કરે છે.ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં એક સર્વે નંબરમાં કુવામાંથી ખનીજચોરી કરવા માટે અંદરનું પાણી ઉલેચવા માટે વીજટ્રાન્સફોર્મરથી કેબલ અને પાણી કુવામાં નાખેલી પાઇપ ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાને જોવા મળ્યા હતા.તુરંત જ સાધન વડે ડેપ્યુટી કલેકટરે જાતે જ કેબલ અને પાઇપો કાપી નાખી કુવામાં ફેકીં દીધી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ. ટી.મકવાણાએ વધુમાં જણાવેલ કે ખનીજચોરી સદંતર બંધ કરાવી દીધી છે અને ફરીથી શરૂ ના થાય એ માટે રાત્રે પણ પેટ્રોલીંગ કરીએ છીએ ત્યારે ખનીજચોરી પહેલા કુવામાંથી પાણી કાઢવાનો કારસો પણ નિષ્ફળ બનાવી દીધો છે આમ સતત ચેકીંગ ચાલુ રાખીશું.
