મૂળી તાલુકાના દુધઈ ગામે વિકાસના કામો અંતર્ગત ભુગર્ભ ગટરની લાઈન નાંખવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરી સરકારના રૂપીયાનો વ્યય અને ભ્રષ્ટાચાર આચરવા થતી હોય તેવુ સામે આવી રહ્યુ છે. ગ્રામજનોના જણાવાયા મુજબ ભુગર્ટ ગટરના કામમાં વેસ્ટેજ સીમેન્ટની પાઈપોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત જમીનમાં માત્ર 1 ફુટ જેટલુ ખોદકામ કરીને પાઈપો નાંખવામાં આવે છે. જયારે ભુગર્ભ ગટરમાંથી પાણીનો નીકાલ થાય તેવુ કોઈપણ લેવલીંગ કરવામાં આવતુ નથી. બીજી તરફ આ કામ ચાલુ હોઈ ત્યારે ગામના સરપંચ, તલાટી કોઈ તેની દેખરેખ કરવા કે જાત તપાસ કરવા પણ ફરકતા નથી. ત્યારે મુળી તાલુકા વિકાસ અધીકારીએ આ બાબતે તપાસ કરી સરકારી નાણાનો થતો દુર્વ્યય અટકાવવા લોકમાંગ ઉઠી છે.
