ધ્રાંગધ્રા સબજેલ અને સોની સમાજની વાડીની વચ્ચે વર્ષોજુની પાણીની ટાંકી જર્જરીત થઇ હોવાથી પાડીને નવી બનાવવાની હતી.આ ટાંકી જીયુડીસીના કોન્ટ્રાકટર દ્વારા કોઇ પણ જાતની સલામતી વગર પાડવાની શરૂઆત કરતા ટાંકી ખુલ્લા મેદાનમાં પડવાના બદલે બાજુની સોની સમાજની વાડીના બિલ્ડીંગ ઉપર પડતા છત અને બિલ્ડીંગને મોટાપાયે નુકશાન થયુ હતુ.સદ્નસીબે અંદર કોઇ હાજર નહી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.બીજી તરફ બાજુની સબજેલનું પણ હાલ રીપેરીંગ કામ ચાલુ હોવાથી અંદર કોઇ કેદીઓ હાજર નહોતા કદાચ અંદર કેદીઓ હાજર હોત અને આ ટાંકી ડાબીની જગ્યાએ જમણી બાજુ નમીને જેલ ઉપર પડી હોત તો અનેક કેદીઓ ઉપર જોખમ તોળાયુ હોત.આમ એકદમ સલામતી વગર ટાંકી પાડવાની કાર્યવાહી કરતા સોની સમાજની વાડીને મોટાપાયે નુકશાન થતા શહેરીજનોએ રોષ વ્યકત કર્યો હતો.હવે આ ગંભીર બાબતને લઇને નગરપાલીકા દ્વારા કે જીયુડીસી દ્વારા કોન્ટ્રાકટર સામે શું પગલા લેવાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો