સાયલા : સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓ ને પકડી લેવા માટે રાજકોટ રેન્જ આઇ.જી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલ સૂચનાઓ ને લઇ ને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા આ મામલે વોન્ટેડ આરોપીઓ સામે ખાસ કામગીરી હાથ ધરી છે.સાયલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલ વિદેશી દારૂના કેસમાં છેલ્લા છ વર્ષથી પોલીસને હાથતાળી આપતા બુટલેગરને LCBની ટીમે પૂર્વ બાતમીના આધારે ગાંધીધામથી દબોચી લીધો હતો. સાયલા તાલુકામાં છ વર્ષ અગાઉ વિદેશી દારૂ ના ગુનામાં સંડોવાયેલ અને ફરાર એવા શિવરાજ કિશોરભાઇ ઝાલા રહે.ગાંધીધામ,કચ્છ વાળાને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ખાસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ગાંધીધામની હોથચંદાણી હોસ્પિટલ ખાતે થી ઝડપી લીધો હતો.
